Dang: જરૂરિયાતના સમયમાં નાગરિકોની સહાય કરવા તત્પર અને કટિબદ્ધ ડાંગ પોલીસ !

Dang: જરૂરિયાતના સમયમાં નાગરિકોની સહાય કરવા તત્પર અને કટિબદ્ધ ડાંગ પોલીસ !

🇮🇳 ગત રાત્રે ગુજરાત - મહારાષ્ટ્ર બોર્ડર નજીક સાપુતારા - નાસિક રોડ (બોરગાવ) પર થયેલા ચક્કાજામમાં ગુજરાતના અનેક મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિતના યાત્રીઓમાં ફસાયા હતા. 🇮🇳 તેઓ જલદી આ પરિસ્થિતિમાંથી બહાર આવે અને ત્યાં સુધી એમને કોઈ અગવડ ન પડે માટે તંત્ર સાથે સંપર્કમાં રહીને તેમના સહયોગથી ફસાયેલા યાત્રીઓને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી. 🇮🇳 ચક્કાજામની પરિસ્થિતિમાં લોકહિત માટે ડાંગ પોલીસ દ્વારા સમર્પણ અને નિષ્ઠા ભાવથી જે કામગીરી કરવામાં આવી તે સરાહનીય છે. જે માટે ડાંગ પોલીસના સર્વે કર્મીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

Comments