Valsad|Umargam|Bhilad:ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં એન્ટી રેગિંગ સપ્તાહની ઉજવણી
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૨ ઓગસ્ટ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં પ્રિન્સિપલ ડૉ. દિપક ધોબીના અધ્યક્ષ સ્થાને ડૉ. હરદીપ ખાચર દ્વારા એન્ટી-રેગિંગ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત એન્ટિ-રેગિંગ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરી UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન) અને સેન્ટર ફોર યુથ (C4Y) પહેલમાં ભાગ લીધો હતો. ડૉ. હરદીપ ખાચરે વક્તવ્ય આપ્યું હતું. વિદ્યાર્થીઓને એન્ટિ-રેગિંગ વિષય પર UGC અને MHRD, ભારત દ્વારા નિર્દેશિત એક ટૂંકી ફિલ્મ બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અન્ય સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી
Comments
Post a Comment